What is New Krushi Bill ?



                                                                 

કૃષિ સંબંધિત મામલો એક નહીં પરંતુ ત્રણ બિલનો છે. તેમની સમગ્ર માહિતી સમજવા માટે થોડા મહિના પાછળ જવું પડશે. જ્યારે દેશમાં લૉકડાઉન હતું ત્યારે આ ત્રણેય બિલોને વટહુકમ તરીકે બહાર પાડવામાં આવ્યાં હતાં. તેના દ્વારા ખેડૂતોની આવક વધારવા, પાક કે ઉત્પાદનોના જોખમને ખતમ કરવા અને પાકને યોગ્ય મૂલ્ય મળવાની દિશામાં યોગ્ય પગલું લેવાની તૈયારી હતી.

દેશમાં ખેતીમાં સુધાર લાવવા માટે લોકસભાએ  બે મહત્વના બિલને મંજૂરી આપી. વિપક્ષી દળોના વિરોધ વચ્ચે Farmers’ Produce Trade and Commerce (Promotion and Facilitation) Bill, 2020 અને Farmers (Empowerment and Protection) Agreement on Price Assurance and Farm Services Bill, 2020 બિલ લોકસભામાં પસાર થયા. જો કે આ દરમિયાન કેન્દ્ર સરકારની કેન્દ્રીય કેબિનેટમાથી મંત્રી હરસિમરત કૌર બાદલે રાજીનામું આપી દીધુ. તેઓ સરકારમાં ફૂડ પ્રોસેસિંગ ઈન્ડસ્ટ્રીઝ મંત્રી હતાં. તેમના રાજીનામાથી હવે ક્યાંક આ બળવો આગળ વધીને NDA સાથે સંબંધ તોડવા પર ન આવી જાય. આ બિલને લઈને ખેડૂતોમાં વિરોધ જોવા મળી રહ્યો છે. હરિયાણા, પંજાબ અને ઉત્તર પ્રદેશના ખેડૂતો રસ્તાઓ પર ઉતર્યા છે. ત્યારે એ જાણવું જરૂરી બને છે કે આખરે આ બિલમાં એવું તે શું છે અને શું તે ખરેખર ખેડૂતો માટે નુકસાનકારક છે?

ફાર્મર્સ એન્ડ પ્રોડયુસ ટ્રેડ એન્ડ કોમર્સ (પ્રમોશન એન્ડ ફેસિલિટેશન) બિલ
આ બિલ હેઠળ સરકારની યોજના એક એવું તંત્ર વિકસાવવાની છે, જ્યાં ખેડૂત તેની ઈચ્છા મુજબના સ્થળે તેનો પાક વેચી શકે, જેથી ખેડૂત તેના પાકનો સોદો માત્ર પોતાના જ નહીં અન્ય રાજ્યના વેપારીઓ સાથે પણ કરી શકે છે. આ નીતિ હેઠળ જે વિસ્તારોમાં ખેડૂતો પાસે વધારાનો પાક છે, તેઓ આ પાકની અછત હોય તેવા રાજ્યોમાં તેનું વેચાણ કરે તો તેમને વધુ સારી કિંમત મળશે. બીજીબાજુ અછત ધરાવતા રાજ્યોને પણ ઓછી કિંમતમાં વસ્તુ મળશે. હાલ ખેડૂતોને તેમની ઊપજ વેચવા માટે વધુ વિકલ્પો ઉપલબ્ધ નથી. ખેડૂતો તેમના વિસ્તારની એપીએમસીમાં અથવા રાજ્ય સરકારને જ પાક વેચી શકે છે. પોતાના ઉત્પાદનો વેચવાના વિકલ્પ ઓછા હોવાથી તેમની આવક ઘટે છે. જોકે, ખેડૂતોની ચિંતા એ છે કે આ નીતિ લાગુ થયા પછી એપીએમસી વ્યવસ્થા ખતમ થઈ જશે. આ વ્યવસ્થા ખતમ થતાં ખેડૂતોને લઘુત્તમ ટેકાના ભાવ એટલે કે APMC નહીં મળે. જોકે, વડાપ્રધાન મોદીએ સ્પષ્ટ જણાવ્યું છે કે એપીએમસી જળવાઈ રહેશે, તેના પર આ બિલની કોઈ અસર નહીં પડે. સાથે જ APMCને પણ આ બિલથી કોઈ જોખમ નથી.


ફાર્મર્સ (એમ્પાવરમેન્ટ એન્ડ પ્રોટેક્શન) એગ્રિમેન્ટ ઓન પ્રાઈસ એસ્યોરન્સ એન્ડ ફાર્મ સર્વિસીસ બિલ
આ બિલ હેઠળ સરકારનો દાવો છે કે કોન્ટ્રાક્ટ ફાર્મિંગને નેશનલ ફ્રેમવર્ક મળશે. તેનાથી ખેતી સંબંધિત બધું જોખમ માત્ર ખેડૂત નહીં, પરંતુ તેની સાથે કરાર કરનારી કંપની પર પણ રહેશે. બીજો મોટો લાભ ખેડૂતોને તેમના ઉત્પાદનના માર્કેટિંગ પર ખર્ચ નહીં કરવો પડે અને દલાલી ખતમ થશે. કૃષિ ક્ષેત્રની કંપનીઓ, હોલસેલર્સ, એક્સપોર્ટર્સ અને રીટલર્સ સાથે ખેડૂતો પોતે કરાર કરીને પરસ્પર ઉત્પાદનોના ભાવ નક્કી કરશે અને પાક વેચશે. ખેડૂતોને તેનાથી તેમના ઉત્પાદનોનું યોગ્ય મૂલ્ય મળશે. દેશમાં હજી પણ ખેતી એક અનિશ્ચિત પ્રોસેસ છે, તેમાં વરસાદ, બજારની અનુકૂળતા વગેરેની અસર થાય છે અને ખેતીનું સંપૂર્ણ જોખમ ખેડૂતોના માથે હોય છે. નવા બિલ અંગે ખેડૂતો અને વિપક્ષની ચિંતા એ છે કે વિવાદની સ્થિતિમાં ખેડૂતો કોર્પોરેટ સામે કેવી રીતે લડશે. તેમની પાસે સંશાધનો ઓછા પડશે. જવાબમાં સરકારનું કહેવું છે કે એગ્રીમેન્ટ સપ્લાય, ક્વૉલિટી, ગ્રેડ, સ્ટાન્ડર્ડ્સ અને ભાવ સંબંધિત શરતો પર વિવાદનો ઉકેલ લાવી શકાશે.

એશેન્શિયલ કોમોડિટીઝ (અમેન્ડમેન્ટ) બિલ
આ બિલ 1955માં બનાવાયેલા આવશ્યક વસ્તુ કાયદાની જોગવાઈઓમાં ફેરફારની વ્યાખ્યા કરે છે. સરકારે તેની જોગવાઈઓમાં અનાજ, કઠોળ, ખાદ્ય તેલો, ડુંગળી, બટાકા વગેરેને આવશ્યક વસ્તુની યાદીમાંથી હટાવી દીધા છે. સરકારનો તર્ક છે કે સામાન્ય સ્થિતિમાં સરકાર આ વસ્તુઓના સંગ્રહ અને વિતરણ પર તેનું નિયંત્રણ નહીં રાખે. તેના મારફત ફૂડ સપ્લાય ચેનને આધુનિક બનાવાશે તથા ભાવમાં સ્થિરતા રખાશે. સરકારનું કહેવું છે કે વર્તમાન વ્યવસ્થામાં આવશ્યક વસ્તુ કાયદાના કારણે કોલ્ડ સ્ટોરેજ, ગોદામો, પ્રોસેસિંગ અને એક્સપોર્ટમાં રોકાણ ઓછું હોવાથી ખેડૂતોને લાભ નથી મળતો. આથી, બમ્પર પાક થાય તો ખેડૂતોને નુકસાન થાય છે. નવા બિલ હેઠળ આ ખામીઓ દૂર થશે. જોકે, ખેડૂતો અને વિપક્ષની ચિંતા છે કે તેનાથી ભાવમાં અસ્થિરતા આવશે. ફૂડ સિક્યોરિટી સંપૂર્ણપણે ખતમ થઈ જશે. રાજ્યોને એ ખબર જ નહીં હોય કે રાજ્યમાં કઈ વસ્તુનો કેટલો સ્ટોક છે. તેથી આવશ્યક વસ્તુઓની કાળાબજારી વધશે.

વિરોધનું અસલ કારણ છે MSP
હવે તેને વિસ્તારથી સમજીએ. પહેલુ બિલ છે જરૂરી વસ્તુ (સંશોધન બિલ), બીજુ બિલ છે ખેડૂત ઉપજ ધંધો અને વ્યવસાય (સંવર્ધન અને સરલીકરણ) બિલ અને ત્રીજુ બિલ છે ખેડૂત (સશસ્તિકરણ અને સંરક્ષણ) કિંમત આશ્વાસન અને કૃષિ સેવા પર કરાર બિલ. અલગ અલગ સમસ્યા છે પરંતુ એક કોમન સમસ્યા છે જે આ બિલ સામે થયેલા વિરોધનો આધાર છે તે છે ટેકાનો ભાવ એટલે કે ન્યૂનતમ સમર્થન મૂલ્ય (MSP). 

ખેડૂતોના મનમાં છે આ આશંકાઓ
વિશ્લેષકો અને ચિંતકોનું કહેવું છે કે ત્રણ બિલોમાં ટેકાના ભાવ (MSP)નો એકવાર પણ ઉલ્લેખ નથી અને આ કારણે તેમને ડર છે કે સરકાર ક્યાંક તેના દ્વારા MSP વ્યવસ્થા ખતમ તો કરવા નથી ઈચ્છતી ને. જો કે સરકારે કહ્યું છે કે MSPને ખતમ કરવાની કોઈ યોજના નથી. પરંતુ ખેડૂતોનું કહેવું છે કે આ વિષયમાં તેમને ભરોસામાં લેવામાં આવ્યા નથી. 

Comments

Popular posts from this blog

Msc(IT)_Unit_1(Introduction to Web)_Internet and web Technology(1310505)

MSC(IT)_Sem_I_WT(1310505)_PracticalList_Assignment/QustionBank

HTML_CSS_BOOK for subjectcode:1310505(M.sc.IT)_By_GTU