E-Book_Lord Krishna & Gita
Lord Krishna કૃષ્ણ યાદવ વસુદેવ અને માતા દેવકીના પુત્ર હતા. દેવકીના આઠમા સંતાન દ્વારા પોતાનું મૃત્યુ થશે એ જાણતા કંસે પોતાની બહેન દેવકી અને વસુદેવને કારાગ્રહમાં પૂર્યા હતા, ત્યાં આઠમા સંતાન કૃષ્ણ નો જન્મ શ્રાવણ વદ આઠમ ને બુધવારની મધ્યરાત્રિએ થયો હતો. માથા પર મોરપીંછ, કાનમાં કરેણના ફૂલ, શરીરે પીતાંબર, ગળામાં વૈજ્યંતિમાળા, શ્રેષ્ઠ નટ ધારણ કરીને વાંસળી વગાડતા ઘનશ્યામ શ્રીકૃષ્ણે વ્રજવાસીજનોને આત્મીય બનાવી દીધાં હતાં. શ્રીકૃષ્ણે પૂતના, ત્રુણાવત, વત્સાસુર, બકાસુર, અઘાસુર, વ્યોમાસુર, કેશી વગેરે રાક્ષસોનો વધ કર્યો હતો. યમુનાના જળને ઝેરી બનાવતા કાળીનાગનું દમન કર્યું હતું. શ્રીકૃષ્ણ રથ હાંકવાના અને અશ્વવિદ્યાના નિષ્ણાત હતા. જરાસંઘને હરાવી તેઓ મથુરા પાછા આવ્યા અને પછી મથુરા ત્યજી દ્વારિકામાં નિવાસ કર્યો. લોકમાન્યતા મુજબ શ્રીકૃષ્ણને આઠ પટરાણ...